Loading...
  • ઇ મેઇલ કરો: info@sbptjeevansathi.com

સંસ્થાનો પરિચય



‘‘સમસ્ત બ્રહ્મ ૫રિવાર’’ એક એવું નામ છે જેનાથી અમદાવાદમાં રહેતા મોટા ભાગના બ્રાહ્મણો પરિચિત છે. તે છેલ્લા ૧૫ વર્ષથી સતત કાર્યશીલ સંસ્થા છે. અમદાવાદના સમસ્ત બ્રહ્મ સમાજના તમામ વિભાગોના હોર્દેદારો જે સમાજના વિકાસને લગતી પ્રવૃતીઓ સંભાળે છે. તે તમામ તથા અલગ અલગ બ્રાહ્મણ જ્ઞાતીના સંસ્થાના હોર્દેદારો જે પોતાના સમાજને લગતા અલગ અલગ કાર્યક્રમો કરે છે. તે પણ આ સંસ્થાના કામથી તથા નામથી પરિચિત છે.

આ સંસ્થા ધ્વારા અમદાવાદ સમસ્ત બ્રહ્મ સમાજ તથા જ્ઞાતી મંડળો ધ્વારા થતાં બ્રહ્મ સમાજને મદદ કરતાં આયોજનો (પ્રોગ્રામો) જેવા કે સમુહ લગ્ન, સમુહ જનોઈ, યુવાનો માટે જીવન સાથી પસંદગી સંમેલન, વરિષ્ઠ નાગરીક સમ્માન કે તેજસ્વી તારલાઓનું સન્માન, નોટબુકોનું વિતરણ કે પરશુરામ યાત્રા હોય તે તમામને આર્થિક સહાય આ સંસ્થા ધ્વારા આપી સફળ બનાવવા મહત્વની ભૂમિકા સદાય નિભાવેલ છે.

વર્તમાન સમયમાં ફકત પ્રોગ્રામો કે આયોજનો કરવાથી બ્રાહ્મણોની મદદ થઇ શકે તેમ નથી. કારણ કે હાલની બ્રાહ્મણની સ્થિતી બીજા બધા સમાજ કરતાં વિપરીત બનતી જાય છે. તે સમાજ પહેલા સૌથી આગળ હતો તે આજે પાછળ ધકેલાતો જાય છે. આ સમાજમાં ૩૦ થી ૪૦ ટકા બ્રાહ્મણો ફકત કર્મકાંડ તથા નાની મોટી નોકરી, ધંધા ઉપર નભતા હોય તથા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બ્રાહ્મણો શિક્ષણથી લઇને નોકરી / ધંધા સુધીની તકોમાં વંચિત રહી જતાં હોય તેવા સમાજના બ્રહ્મબંધુઓને એક જ સાંકળથી બાંધવા માટે આ સંસ્થા ધ્વારા એક નકકર અને સચોટ આયોજન કરાયું છે. તેના માટે સંસ્થાએ ‘‘એક સાંકળથી બંધાઇએ સૌ, વિકાસના પંથે જોડાઇએ સૌ’’ તેવુ સુત્ર (સ્લોગન) નકકી કરી ગામડામાં નભતા બ્રાહ્મણ થી લઇ વિદેશમાં રહેતા તમામ બ્રાહ્મણોને એક સાંકળથી જોડી અને એક જ ટોલ ફ્રી નંબર – ૧૮૦૦પ૯૯૯૯૯૯ જે ર૪×૭ ‘‘હેલ્લો બ્રાહ્મણ’’ ના નામે સમાજ માટે શરૂ કરેલ છે અને તેના માટે સંસ્થાએ આજીવન સભ્ય યોજના અને કલ્પતરૂ સભ્ય યોજના બ્રાહ્મણોની મદદ માટે નજીવા દરે શરૂ કરેલ છે.

આ સંસ્થા બ્રાહ્મણ ધ્વારા, બ્રાહ્મણ વડે અને બ્રાહ્મણ વિકાસ માટેના હેતુઓ સિધ્ધ કરવા સ્થપાયેલ છે.

‘‘ એક સાંકળ થી બંધાઇએ સૌ, વિકાસના પંથે જોડાઇએ સૌ ’’







વધુ માહિતી માટે સંપર્ક કરો


શ્રી ધિરેનભાઇ કાંતીલાલ ત્રિવેદી

શ્રીમતી નમ્રતાબેન આર. વ્યાસ

શ્રી મનિષભાઇ એન. મહેતા

શ્રી અશોકભાઇ જાની

શ્રી નીતીનભાઇ ત્રીવેદી

શ્રી વશિષ્ઠભાઇ ઉપાધ્યાય

શ્રી રાજુભાઇ દવે

શ્રી રવિભાઇ ત્રિવેદી

શ્રી મનોજભાઇ ત્રિવેદી

શ્રી ગીરીશભાઇ પંચોલી

All Rights Reserved © Samast Brahm Parivar Trust| Designed & Developed by Right InfoService

Scroll to Top